જૂનાગઢમાં 2 દિવસીય યોગ શિબિરનું આયોજન કરાયું
Live TV
-
યોગશિબિરમાં યોગાચાર્ય પ્રતાપ થાનકીએ લોકોને નિયમિત સરળ યોગ કરીને સ્વસ્થ રહેવાની ટિપ્સ આપી હતી
હાલ શિયાળાની શરૂઆત થતાં ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. શિયાળામાં સ્વાસ્થ્ય સારૂ રહે તેવા ઉદેશથી જૂનાગઢમાં 2 દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગશિબિરમાં યોગાચાર્ય પ્રતાપ થાનકીએ લોકોને નિયમિત સરળ યોગ કરીને સ્વસ્થ રહેવાની ટિપ્સ આપી હતી. યોગ શિબિરમાં પ્રાણાયામ, યોગાસન અને વોકિંગના ફાયદા જણાવવામાં આવ્યા હતા. 2 દિવસિય યોગ શિબિરમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને યોગ તથા પ્રાણાયમનો લાભ લીધો હતો.