યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં મિનિ વેકેશન માણવા પ્રવાસીઓ ઉમટ્યા
Live TV
-
નાતાલની રજાઓમાં ભગવાન દ્વારકાધીશના મંદિરે ભક્તો ભગવાનના દર્શન માટે ઉમટ્યા
હાલ નાતાલની રજાઓ અને ખ્રિસ્તી નવા વર્ષના કારણે મિનિ વેકેશનનું વાતાવરણ છે. યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં કડકડતી ઠંડીમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. દ્વારકા એક ટુરિસ્ટ પોઇન્ટની દિશામાં અગ્રસર હોઈ ઠંડીની મોસમમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. દ્વારકાની હૉટલો , રેસ્ટોરન્ટો તથા મંદિર પરિસર સહિત બજારમાં માનવમહેરામણ ઉમટી રહ્યો છે. અને ભાવિકો ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને ગોમતી સ્નાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. નાતાલની રજાઓમાં ભગવાન દ્વારકાધીશના મંદિરે ભક્તો લાઈનોમાં ભગવાનના દર્શન માટે રાહ જોઈ રહ્યા છે તો રાજ્ય તથા રાજ્ય બહારની સ્કૂલોના વિદ્યાર્થીઓ મિનિ વેકેશન માણવા આવી રહ્યા છે.