ડાંગ જિલ્લાના વડા મથક આહવા ખાતે નાતાલની કરાઈ ઉજવણી
Live TV
-
આહવામાં ક્રિસમસના તહેવારની ખાસ ઉજવણી કરાઈ
ડાંગ જિલ્લાના વડા મથક આહવામાં ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા, ગુજરાત ડાયોસીસ CNI વિલિયમ ચર્ચ ખાતે નાતાલની ઉજવણી કરવામાં આવી હતી. ક્રિસમસનો તહેવાર સમગ્ર જિલ્લામાં ધામ-ધૂમ પૂર્વક રીતે ઉજવવામાં આવે છે પરંતુ આહવામાં તેની ખાસ ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણી 31મી ડિસેમ્બર સુધી ચાલશે. આજે યોજાયેલા કાર્યક્રમમાં ડાંગના ધારાસભ્ય શ્રી મંગળ ગાવિત હાજર રહ્યા હતા. તેમણે સૌ કોઈને નાતાલની શુભેચ્છા પાઠવી.તો પ્રભુ ઈસુના જન્મદિને બાળકોએ કેક કાપી હતી અને ગીત સંગીતના તાલે નૃત્ય દ્વારા ઉજવણી કરી હતી. તમામ ખ્રિસ્તી સમુદાયના લોકોએ એકબીજાને નાતાલની શુભેચ્છા પાઠવી હતી.