સુરતના એક જરી કારખાનેદારનો માનવસેવા યજ્ઞ
Live TV
-
સુરતના એક જરી કારખાનેદાર પોતાના ધંધાને બાજુમાં મૂકી મૃતદેહ માટે પોતાનો સમય ફાળવે છે
સુરતના એક જરી કારખાનેદારે લાવારીશ લાશોને અગ્નિદાહ આપી અંતિમ સંસ્કાર કરવાનું અને અસ્થિ વિસર્જન કરવા સુધીના કામો કરવાનું બીડું ઉઠાવ્યું હતું. પોતાના ધંધાને બાજુમાં મૂકી મૃતદેહ માટે પોતાનો સમય ફળવવાનો નિર્ણય કર્યો હતો. તેમણે અત્યાર સુધી 7 હજાર મૃતદેહના અંતિમસંસ્કાર કર્યો છે. આ ઉપરાંત મૃતદેહની ઓળખ થાય તે માટે દર જાન્યુઆરી મહિનામાં મકરસંક્રાંતિ પહેલાના શનિવારે મૃતકોના ફોટા મૂકી પૂજા કરે છે. જેમાં ફોટાથી પ્રિયજનો તેમની ઓળખ કરી શકે.