ધોરણ 8 થી 12 પાસ તથા આઈ ટી આઈ પાસ માટે રોજગાર શિબિર યોજાઈ
Live TV
-
સમગ્ર રાજ્ય તેમજ અંજારમાં થી 18 જેટલા સરકારી તેમજ પ્રાઈવેટ કંપનીઓના એચ આર મેનેજર પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા
પેટા પ્રાદેશિક રોજગાર કચેરી નડીયાદ દ્વારા ખેડા જિલ્લાના 18 થી 40 વર્ષની વય ધરાવતા ધોરણ 8 થી 12 પાસ તથા આઈ ટી આઈ પાસ કરેલ રોજગાર મેળવવા માંગતા ભાઈઓ-બહેનો માટે રોજગાર શિબિર યોજાઈ. સમગ્ર રાજ્ય તેમજ અંજારમાં થી 18 જેટલા સરકારી તેમજ પ્રાઈવેટ કંપનીઓના એચ આર મેનેજર પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા.જેમાં ખાસ કરીને એલ.આઇ.સી, આદિત્ય બિરલા, એલ એન ટી જેવી કંપનીઓના મેનેજર ઉપસ્થિત રહ્યા હતા. અહીં રોજગાર માટે આવેલા ભાઈ બહેનોના ઈન્ટવ્યું પછી જેઓ પણ સિલેક્ટ થશે તેઓને આજે જ નિમણૂક પત્રો પણ આપવામાં આવશે.