ડાંગના લોકોની સમસ્યાના નિવારણ માટે જિલ્લા કલેક્ટર દ્વારા કરાયું રાત્રિસભાનું આયોજન
Live TV
-
કલેક્ટર તેમજ સંલગ્ન અધિકારીઓ દ્વારા ગ્રામજનોની મુશ્કેલી જાણીને તેમજ તેમના સુધી જુદી જુદી કલ્યાણલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી
ડાગંમાં અંતરિયાળ વિસ્તારમાં રહેતા અને આખા દિવસના પરિશ્રમ બાદ સાંજના સમયે નિરાંતનો સમય માણતા ડાંગના લોકોની સમસ્યાના નિવારણ માટે જિલ્લા કલેક્ટરે રાત્રિસભાનું આયોજન કર્યું છે.જેમાં બીજી રાત્રિસભાનું આયોજન ડાંગના કુમારબંધ પ્રાથમિક શાળા ખાતે યોજાઈ હતી.જેમાં નેશનલ એથ્લેટ મુરલી ગાવિત પણ હાજર રહ્યા હતા.કલેક્ટર તેમજ સંલગ્ન અધિકારીઓ દ્વારા ગ્રામજનોની મુશ્કેલી જાણીને તેમજ તેમના સુધી જુદી જુદી કલ્યાણલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ડાંગ કલેક્ટર બી. કે. કુમારે જણાવ્યું હતું કે અધિકારીઓની ટીમ રાત્રિસભામાં ઉપસ્થિત રહે છે તેમજ રાત્રિરોકાણ પણ કરે છે.તેમણે જણાવ્યું હતું કે રાજય સરકાર ઉપરાંત મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ તેમજ સચિવ પંકજ કુમારના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યમાં રાત્રિસભાનું આયોજન થઈ રહ્યું છે.