લોકાર્પણનાં માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં જ સ્ટેચ્યૂ ઓફ યુનિટી બન્યું આકર્ષણનું કેન્દ્ર
Live TV
-
દેશના પ્રવાસીઓની સાથે હવે વિદેશી પ્રવાસીઓ પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે
લોકાર્પણનાં માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં જ સમગ્ર ભારતમાં તેમજ પ્રવાસીઓમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.દેશના પ્રવાસીઓની સાથે હવે વિદેશી પ્રવાસીઓ પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે આંતરરાષ્ટ્રીય સેવાભાવી સંસ્થાનાં ફ્રેન્ડશિપ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સંસ્કૃતિના આદાનપ્રદાન કાર્યક્રમ હેઠળ ખાસ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમેરિકાથી લાયલ સ્ટાબના નામના વ્યક્તિના નેતૃત્વમાં અમેરિકાથી આવેલા આઠ નાગરિકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીને નિહાળીને અભિભૂત થઈ ગયા હતા. તેઓએ મ્યુઝિયમ અને વિડિઓ ગેલેરીની મુલાકાત લઈને સરદાર સાહેબ વિશે જાણકારી મેળવી હતી.