દામજીભાઇએ કર્યુ 400 વૃક્ષોનું જળ સંચય દ્વારા સંવર્ધન
Live TV
-
ગીર સોમનાથ ના આંકોલવાડી ગીર ગામ ખાતે 85 વર્ષીય દામજીભાઇ સાવલીયાએ પોતાની જાત મહેનતથી 400 જેટલા વૃક્ષોનું જળ સંચય દ્વારા સંવર્ધન કરી પંથકના ગ્રીન કવરને વધારવાનો પ્રયાસ કર્યો છે. દામજીભાઇ સાવલીયાએ સમાજ ભવન ખાતે જાત મહેનતે 400 થી વધુ વૃક્ષોના વાવેતર સાથે જતન કરી ગીરની હરીયાળીમાં વધારો કરી પ્રકૃતિ પ્રેમ વ્યક્ત કર્યો છે. હાલ સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મીંગની અસર અનુભવી રહ્યું છે, ત્યારે દામજીભાઈનો આ પ્રયાસ પર્યાવરણ પ્રેમીઓ માટે પ્રેરક સાબિત થઈ રહ્યો છે.