Skip to main content
Settings Settings for Dark

દેશભરમાં આજ રોજ ઇદ ઉલ અઝા એટલે કે બકરી ઇદ મનાવવામાં આવી

Live TV

X
  • દેશભરમાં આજ રોજ ઇદ ઉલ અઝા એટલે કે બકરી ઇદ મનાવવામાં આવી રહી છે. આ અવસરે વિવિધ મસ્જીદોમાં ઇદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી

    દેશભરમાં આજ રોજ ઇદ ઉલ અઝા એટલે કે બકરી ઇદ મનાવવામાં આવી રહી છે. આ અવસરે વિવિધ મસ્જીદોમાં ઇદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી રહી છે. આ દિવસ પેગંબર હઝરત રહીમ અને તેના પુત્ર હઝરત ઇસ્માઇલની કુરબાનીની યાદમાં મનાવવામાં આવે છે. રાજધાની દિલ્હીની જામા મસ્જીદમાં ઇદની નમાઝ અદા કરવા મોટી સંખ્યામાં લોકો એ ઇદની નમાઝ અદા કરી એક-બીજાને શુભેચ્છા પાઠવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઇદના અવસરે તમામ દેશવાસીઓમાં ખાસ કરીને મુસ્લીમ ભાઇઓ બહેનોને શુભેચ્છા પાઠવી છે. ટ્વીટ સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આ વિશેષ દિવસે ત્યાગ અને બલિદાનની ભાવના પ્રત્યે આપણો આદર વ્યક્ત કરીએ છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇદની શુભેચ્છા પાઠવતા ટ્વીટ સંદેશામાં કામના કરતા કહ્યું કે આ દિવસ સમાજમાં કરૂણા અને ભાઇચારાની ભાવનાને દ્રઢ બનાવે. અમદાવાદમાં પણ જામા મસ્જિદ ખાતે બકરી ઈદની વિશેષ નમાઝ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓએ નમાઝ અદા કરી હતી અને આજના દિવસે એક બીજા નેઈદની શુભેચ્છા પાઠવી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply