વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયરનું આજે થયું અવસાન, પીએમે ટ્વિટ કરી આપી શ્રદ્ધાંજલી
Live TV
-
વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયરનું આજે અવસાન થયું છે. તેઓ 95 વર્ષના હતા
વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયરનું આજે અવસાન થયું છે. તેઓ 95 વર્ષના હતા. કુલદીપ નાયર દાયકાઓથી પત્રકાર ક્ષેત્રે સક્રિય રહ્યા હતા. તેમણે અનેક પુસ્તકો પણ લખ્યાં હતા. કારકિર્દીની શરૂઆત ઉર્દૂ પ્રેસ રિપોર્ટરથી કરનારા કુલદીપ નાયર સ્ટેટ્સમેન અખબારના સંપાદક પણ રહી ચૂક્યા હતા. એક્ટીવીસ્ટ હોવાથી ઇમરજન્સી દરમિયાન તેમની ધરપકડ પણ થઈ હતી. 1996માં નાયર સંયુક્ત રાષ્ટ્ર માટેના પ્રતિનિધિમંડળના સભ્ય હતા અને 1990માં ગ્રેટ બ્રિટન ખાતે રાજદૂત પદે તેમની નિમણૂક થઈ હતી. 1997માં રાજ્યસભાના સભ્યપદે તેમની નિમણૂક થઈ હતી. પ્રસાર ભારતીના ચેરમેન એ.સૂર્યપ્રકાશે દિવંગત વરિષ્ઠ પત્રકારને અંજલિ આપતાં તેમની કોલમ બિટવીન ધ લાઇન્સની ખ્યાતિની યાદ અપાવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દિવંગત નાયરના અવસાન પ્રતિ દુઃખ વ્યક્ત કર્યું હતું.
Kuldip Nayar was an intellectual giant of our times. Frank and fearless in his views, his work spanned across many decades. His strong stand against the Emergency, public service and commitment to a better India will always be remembered. Saddened by his demise. My condolences.
— Narendra Modi (@narendramodi) August 23, 2018
Sad to hear of the passing of Kuldip Nayar, veteran editor and writer, diplomat and parliamentarian, and a determined champion of democracy during the Emergency. His readers will miss him. Condolences to his family and associates #PresidentKovind
— President of India (@rashtrapatibhvn) August 23, 2018