મહાન સાહિત્યકાર અને પત્રકાર વીર કવિ નર્મદની 185મી જયંતી
Live TV
-
મહાન સાહિત્યકાર અને પત્રકાર વીર કવિ નર્મદની 185મી જયંતી ગુજરાત અને ગુજરાતીઓ ઉજવી
આજે મહાન સાહિત્યકાર અને પત્રકાર વીર કવિ નર્મદની 185મી જયંતી ગુજરાત અને ગુજરાતીઓ ઉજવી રહ્યા છે. ગુજરાતના ગૌરવ સમું જય જય ગરવી ગુજરાત ગીત એ નર્મદ રચિત છે. તેમનું આખું નામ નર્મદ લાભશંકર દવે હતું. તેમનો જન્મ સુરતમાં 24 ઑગસ્ટ 1833 ના રોજ થયો હતો. તેઓ કવિ નિબંધકાર આત્મ કથાકાર નાટ્ય સંવાદલેખક કોશ-કાર પત્રકાર અને સંશોધક હતા. તેમણે 1864માં ' ડાંડિયો ' પાક્ષિક શરૂ કર્યું હતું. તેઓ આર્યત્વના ઉપાસક અને ઉપદેશક હતા. તેમણે શિક્ષણની નોકરી છોડી ઘરે આવી કલમની સામું જોઈ કહેલું ' હવે હું તારે ખોળે છઉં'. કલ્ચરલ એજ્યુકેશન ફોરમ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતેની તેમની પ્રતિમા પાસે ફુલહારનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનું સંચાલન ફોરમના સેક્રેટરી મીનાક્ષીબહેન જોશીએ કર્યું હતું.