GLS કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દિવ્યાંગો દ્વારા બનાવાયેલી ચીજોનું યોજાયુ પ્રદર્શન
Live TV
-
પ્રદર્શનમાંથી ઉભી થતી આવક પણ અંધજન મંડળ ને દાન કરવા માં આવશે
અમદાવાદ ની G.L.S. કોલેજ ના વિદ્યાર્થીઓ તથા અપંગ માનવ મંડળના દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલ ચીજવસ્તુઓનું અપંગ માનવ મંડળ ખાતે વિશેષ પ્રદર્શન તથા વેચાણ કેન્દ્ર, બનાવવા માં આવ્યું હતું.
દિવ્યાંગ બાળકો એ બનાવેલ વિવિધ ચીજ વસ્તુ ના વેચાણ બાદ આવનાર તમામ રકમ અંધજન મંડળને આપવા માં આવશે. બાળકોએ પેપર વેસ્ટ મારફતે પણ 40,000 જેટલી રકમ એકત્ર કરી અને ઉપરાંત યુવાનો દ્વારા પ્રદર્શન માંથી ઉભી થતી આવક પણ અંધજન મંડળ ને દાન કરવા માં આવશે.
આ પ્રદર્શન નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ દ્વારા દિવ્યાંગ બાળકોને મદદ થવાનો છે. લોકોએ પણ ,દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલ કોડીયા ,રૂમાલ, હીયરીંગ્સ, બ્રેસલેટ, વૉલેટ બેગ, પેપર બેગ, રાખડી, બોટલ કવર, દુપટ્ટા, દિવા, નેકલેસ સહિત પાણીની બોટલની થેલી જેવી વિવિધ ચીજ વસ્તુઓ ખરીદી દિવ્યાંગ બાળકોને મદદ કરવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.