Skip to main content
Settings Settings for Dark

માનવ સેવા એજ પ્રભુ સેવા , જરૂરતમંદોને ઘરેબેઠા ભોજન પીરસતુ ટ્રસ્ટ

Live TV

X
  • ગામના આગેવાન નગીનભાઈ પટેલનો સેવાનો અનોખો પ્રયાસ

    કહેવાય છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે.ભૂખ્યાને ભોજન આપવું એ મહાદાન કહેવાય છે. ભૂખમાં તલપતા  પ્રાણીને ભોજન દેનારના અંતરમાં કદાચ થોડો સંતોષ કે દાન દેવાનો આનંદ થતો હશે પરંતુ  ભોજન પ્રાપ્ત કરનારના અંતરમાં ઈશ્વરનો વ્યક્ત થતો ઉદ્‌ગાર બહુ શક્તિમાન હોય છે અને એ ઉદ્‌ગાર ભોજન આપનારને જીવનભર ન્યાલ કરી દે છે.વાત છે આણંદ જિલ્લાના સારસા ગામની..કે જ્યાં સાંઈ-જલારામ માનવસેવા ટ્રસ્ટ દ્વારા ભૂખ્યાને ભોજન આપવા માટે ભોજનાલય શરૂ કરવામાં આવ્યુ છે..ગામના આગેવાન નગીનભાઈ પટેલને વિચાર આવ્યો કે ગરીબો અને જરૂરિયાતમંદ લોકો માટે કંઈક કરવુ છે..જેથી તેમણે આ ટ્ર્સ્ટ બનાવી ગરીબવર્ગને અને શારિરીક રીતે અશક્ત હોય તેવા તમામ લોકોને વિનામૂલ્યે ભોજન પીરસવાનું નક્કી કર્યુ..

    આ ભગીરથ કાર્યની શરૂઆત થઈ દશેરાથી..ટ્રસ્ટના કુલ ચારથી પાંચ જેટલા આગેવાનોએ ભેગા મળીને આ ભોજનાલય શરૂ કર્યુ..અને પછી દરેક જરૂરતમંદ લોકોને ઘરેબેઠા ટીફીન સેવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે..ટ્રસ્ટ દ્વારા ગામમાં ગરીબ અને જરૂરતમંદ વર્ગનો સર્વે કરીને એક લીસ્ટ તૈયાર કરવામાં આવ્યુ હતુ..અને પછી આ દરેક માટે ટિફિનસેવા ઘરેબેઠા શરૂ કરવામાં આવી છે..

    ટ્રસ્ટની આ પહેલને સારસા ગામની જનતાએ પણ ખૂબ જ બિરદાવી છે.. અને આ કાર્યમાં સહભાગી થવા હવે સ્વયંભૂ લોકો પણ જોડાવા લાગ્યા છે..ગરીબોને મફતમાં ભોજનની સેવા મળતા તેમની ખુશીનો પાર રહ્યો નહતો..આજે આ ટ્રસ્ટ 40થી વધુ પરિવારો સુધી ભોજનની સેવા વિનામૂલ્યે પૂરી પાડે છે...ટ્રસ્ટના પ્રમુખ નગીનભાએ કહ્યુ છે કે આગામી દિવસોમાં આસપાસના ગામોને પણ આવરી લઈને ભૂખ્યાની ભૂખ ભાંગવાનું કાર્ય કરવામાં આવશે..ટિફિનમાં ગરમાગરમ રોટલી, શાક, દાળ-ભાત આપવામાં આવે છે..

    અમેરિકાથી આવેલા નગીનભાઈ પટેલની માનવસેવા
    આપણે રોજ આપણી આજુબાજુ ઘણી બધી વસ્તુઓ જોઈએ છીએ. એમાંથી કેટલીક વસ્તુઓ તરફ ધ્યાન જાય છે. એ દિશામાં આપણને કામ કરવાની ઇચ્છા થાય છે પરંતુ કોઈ ને કોઈ કારણસર આપણે એ કામ કરી શકતા નથી. પરંતુ એ વાત પણ સાચી છે કે કેટલાક લોકો આવી નાની નાની અને ખટકતી બાબતો પર ધ્યાન આપીને તેને ગંભીરતાથી અને દ્રઢ ઈચ્છા શક્તિથી તે દિશામાં કામ પણ કરે છે. એ લોકો કામ શરૂ કરે છે અને ધીરેધીરે વાત જામતી જાય છે. આ કાર્યમાં એ લોકો પણ સામેલ થાય છે. જેમણે આ કામ કરવાનું પહેલાં ક્યારેક વિચાર્યું હતું..સારસા ગામના નગીનભાઈ જેવા સેવાપ્રેમી વ્યક્તિના નાના પ્રયત્નથી ખૂબ જ મોટું કામ થઈ રહ્યુ છે. આ કામ કરતા લોકોને સંતોષ થતો હતો કે તેઓ ભૂખ્યા લોકોની ભૂખ મટાડવામાં મદદરૂપ બની રહ્યા છે.

    (Photo Story - P.G.Sharma)

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
apply