શોખ પણ એક મજાની વસ્તુ છે
Live TV
-
નાનપણથી જ સિક્કા એકઠા કરવાનો શોખ રાખે છે આ યુવાન
વ્યક્તિઓને વિવિધ પ્રકારના અનોખા શોખ હોય છે. આવો અનોખો શોખ ધરાવતા ભાઇ છે, માતંગભાઇ. જેઓ કચ્છના ગાંધીધામમાં રહે છે. તેમને નાનપણથી જ સિક્કા એકઠા કરવાનો શોખ હતો, અને આજે તેમની પાસે દુર્લભ કહી શકાય તેવા વિવિધ સિક્કાઓનો મોટો ખજાનો છે. કર્મકાંડી માતંગીભાઇ પાસે કચ્છની કોરી, દેશની આઝાદી સમયનો 1947 નો સિક્કો, બ્રિટીશ રાજ્યમાં 1919 અને 1908 માં બહાર પડેલા સિક્કા ઉપરાંત ચાંદી, પિત્તળથી એલ્યુમિનિયમ તેમજ હાથ બનાવટથી બનાવેલા પ્રાચીન સિક્કાઓ તેમણે સાચવેલા છે. ઉપરાંત 1970ના દાયકામાં બ્રીટનની રાણી એલીઝાબેથના મુખની આવૃત્તિવાળો બે સેન્ટનો તાંબાનો સિક્કો જેની માત્ર પાંચ હજાર જ નકલો બજારમાં ચલણમાં મુકાયો હતો, તે સિક્કો પણ તેમના સંગ્રહમાં સામેલ છે.