સર્વ શિક્ષા અભિયાન દ્વારા આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે પુરી પડાય છે હોસ્ટેલની વ્યવસ્થા
Live TV
-
ગુજરાતમાં છેવાડાના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે તે હેતુસર હોસ્ટેલની વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે
ગુજરાતમાં છેવાડાના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે તે હેતુસર સર્વ શિક્ષા અભિયાન દ્વારા હોસ્ટેલની વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે. આ વ્યવસ્થા અંતર્ગત ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે પણ હોસ્ટેલની વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે. નોંધનીય છે, કે આદિવાસી પરિવાર વર્ષના 8 મહિના શુગર ફેકટરીમાં કામ કરવા જાય છે ત્યારે, આવા પરિવારના બાળકોને શિક્ષણની સાથે રહેવાની જમવાની સુવિધા મળી રહે માટે ડાંગ જિલ્લામાં સિઝનલ હોસ્ટેલ શરૂ કરવામાં આવી છે. આ સિઝનલ હોસ્ટેલનો લાભ 7000 બાળકો લઈ રહ્યાં છે. બાળકો અને તેના વાલીઓ સિઝનલ હોસ્ટેલની વ્યવસ્થાને આશીર્વાદરૂપ ગણાવી રહ્યા છે.