સુરતઃ મોરથણા ગામના ખેડૂતે સફેદ ચંદનની ખેતી કરી નવો ચિલો ચિતર્યો
Live TV
-
ગુજરાતમાં પ્રયોગશીલ અને પ્રગતીશીલ ખેડુતોએ એક પછી એક મુકામ સર કરવાની શરૂઆત કરી દીધી છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના મોરથણા ગામના ખેડુત નરેન્દ્ર પટેલે સફેદ ચંદનની ખેતી કરીને નવો ચીલો ચાતર્યો છે.
આ ખેડુત પોતાની પાસેની 20 વીઘા જમીન પૈકી 16 વીઘા જમીનમાં 1100 જેટલા ચંદનના રોપાનું વાવેતર કર્યું હતું યય આંતરપાક રૂપે 1100 આંબાનું વાવેતર પણ કર્યું હતું. પ્રગતીશીલ ખેડુતે ડ્રિપ ઈરીગેશનથી પીયત શરૂ કરી હતી.
21 મહિના પહેલા રોપેલા ચંદનના રોપા આજે વૃક્ષ બની ચુક્યા છે. આ પ્રગતિશીલ ખેડુત આસપાસના વિસ્તારોમાં દાખલા રૂપ પ્રગતીશીલ ખેડુત બની રહ્યા છે. અન્ય ખેડુતો પણ તેમનામાંથી પ્રેરણા લઈ રહ્યા છે.