NEETની પરીક્ષાનું પરિણામ જાહેર, ટૉપ 20માં અમદાવાદના 2 વિદ્યાર્થીઓ
Live TV
-
મેડિકલ અને ડેન્ટલ કોલેજ પ્રવેશ માટેની નીટની પરીક્ષાનું પરિણામ જાહેર - અમદાવાદના બે વિદ્યાર્થીઓએ મેળવ્યું ટોપ ટવેન્ટીમાં સ્થાન- તો, રાજસ્થાનના લલિન ખંડેલવાલાએ મેળવ્યું પ્રથમ સ્થાન- કુલ 7 લાખ 97 હજાર વિદ્યાર્થીઓ થયા ઉત્તીર્ણ.
મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટે લેવામાં આવતી નીટ પરિક્ષાનું પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં રાજસ્થાનના લલિન ખંડેલવાલાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે દિલ્લી ના ભાવિક બંસલ બીજા સ્થાને અને ઉત્તર પ્રદેશના અક્ષત કૌશિક ત્રીજા સ્થાન પર છે. જ્યારે તેલંગાણાની માલીની રેડ્ડી વિદ્યાર્થીનીઓમાં સર્વોચ્ચ સ્થાન અને દેશમાં સાતમું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
અમદાવાદની હર્ષવી જોબનપુત્રાએ 18 મો રેન્ક પ્રાપ્ત કર્યો છે, જ્યારે ગુજરાતમાં બીજા રેન્ક પર રહી છે. તેણે સાતસોમાંથી 690 ગુણ મેળવ્યા છે. દૂરદર્શન સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે , પૂરા વર્ષ દરમ્યાન તે સોશિયલ મીડિયાથી દૂર રહી હતી. 2019માં નીટની પરીક્ષા 14 લાખ 11 હજાર વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી સાત લાખ 97 હજાર વિદ્યાર્થીઓ પાસ થયા છે.