સુરતના એક આર્ટિસ્ટે રંગોળીથી દીપિકા-રણવીરના લગ્નની કંકોત્રી બનાવી
Live TV
-
ફિલ્મ સ્ટારના ચાહકો તેમને કેટલી હદે ચાહે છે તે જાહેર કરવા માટે કોઇ પણ તક તેઓ ચુકતા નથી. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લગ્ન ગ્રંથિથી જોડાયા છે. તેથી સુરતના એક રંગોળી આર્ટિસ્ટ કરણ જરીવાળાએ બંને માટે રંગોળીથી કંકોત્રી બનાવી લગ્નની શુભેચ્છા આપી હતી. તેઓ દીપિકા પાદુકોણ અને રણવીરસિંહનો ખુબ મોટા ચાહક છે. તેમણે સિટીલાઈટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે ચાલી રહેલા રંગોળી ઉત્સવમાં રંગોળીથી બંને ફિલ્મ સ્ટારની લગ્નની કંકોત્રી બનાવી છે. સાથે સાથે રંગોળીથી બંનેના ચિત્રો પણ બનાવ્યા છે. જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.