સુરતમાં વિજયાદશમીની જોરશોરથી ઉજવણી કરવામાં આવી
Live TV
-
સુરતમાં નવરાત્રી પૂર્ણ થતાં હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મય ધરાવતા પર્વ વિજયાદશમીની ઉજવણી જોરશોરથી કરવામાં આવી
સુરતમાં નવરાત્રી પૂર્ણ થતાં હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મય ધરાવતા પર્વ વિજયાદશમીની ઉજવણી જોરશોરથી કરવામાં આવી હતી. શુક્રવારે સુરતમાં સૌથીં ઉંચા 65 ફૂટના રાવણનું દહન કરાયું હતું. તો કેટલાક લોકોએ ગુરુવારે રાવણનું દહન કર્યું હતું. આ રાવણના પૂતળાને મુસ્લિમ સમાજના લોકો દ્વારા બનાવવામાં આવ્યું હતું. સુરતમાં આદર્શ રામલીલા ઉત્સવ સમિતિ દ્વારા વર્ષોથી દશેરાના દિવસે રાવણ દહનની ઉજવણી કરવામાં આવે છે. સૌથી ઊંચા રાવણના દહન માટે સુરતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.આ વર્ષે આતિશબાજીમાં સાયરન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું સુરતના વેસુ વીઆઈપી રોડ પર વિશાળ પટાંગણમાં રાવણ દહન કરવામાં આવ્યું હતુ. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.