Skip to main content
Settings Settings for Dark

આઈસીસી ટેસ્ટ રેકિંગમાં ભારત પ્રથમ સ્થાને યથાવત્

Live TV

X
  • ભારતે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને યથાવત્ રહેવાની સાથે સાથે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામે પોતાની સરસાઈ પણ મજબૂત બનાવી દીધી છે

    ભારતે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને યથાવત્ રહેવાની સાથે સાથે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામે પોતાની સરસાઈ પણ મજબૂત બનાવી દીધી છે. ટેસ્ટ રેન્કિંગની ગણનાથી ૨૦૧૪-૧૫ના પરિણામ નીકાળી દેવા તથા ૨૦૧૫-૧૬થી માંડીને ૨૦૧૬-૧૭ના પરિણામોને ૫૦ ટકા મહત્ત્વ આપ્યા બાદ ભારત બીજા ક્રમે આવેલા સાઉથ આફ્રિકા કરતાં ૧૩ પોઇન્ટ આગળ વધી ગયો છે. પહેલાં બંને વચ્ચે ચાર પોઇન્ટનું જ અંતર હતું. ઉલ્લેખનીય છે કે, ભારતે ૨૦૧૪-૧૫ના સત્રમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચ ૦-૨થી ગુમાવી હતી. તે ઉપરાંત ૨૦૧૪ના ઉનાળામાં ઇંગ્લેન્ડ સામે તેનો ૧-૩થી પરાજય થયો હતો. ત્યારબાદ ભારતનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે. ૨૦૧૬-૧૭ના સત્રમાં ભારતે ૧૩ ટેસ્ટમાંથી ૧૦માં વિજય મેળવ્યો છે. હાલના રેટિંગ પ્રમાણે ભારતના ૧૨૬, સાઉથ આફ્રિકાના ૧૧૨ જ્યારે ઓસ્ટ્રેલિયાના ૧૦૬ પોઇન્ટ છે.

    આઈસીસી દ્વારા જારી કરાયેલા નવા રેન્કિંગ પ્રમાણે ભારતના કુલ પોઇન્ટ ૧૨૫ થયા છે જ્યારે દક્ષિણ આફ્રિકાના પાંચ પોઇન્ટ ઓછા હોવાના કારણે તેને નુકસાન થયું હતું. હાલમાં તે ૧૩ પોઇન્ટ પાછળ હોવાથી બીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયા ૧૦૬ પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે આવ્યું છે. તાજેતરની સિઝનમાં સારા દેખાવના કારણે તેના ચાર પોઇન્ટ વધ્યા હતા. આ સાથે જ તેણે ન્યૂઝીલેન્ડને પછાડીને ત્રીજો ક્રમ મેળવી લીધો હતો. ન્યૂઝીલેન્ડ ચોથા ક્રમે આવ્યું હતું. ત્યારબાદ પાંચમા ક્રમે ઇંગ્લેન્ડ આવ્યું હતું. તે એક પોઇન્ટના ફાયદા સાથે પાંચમા ક્રમે આવ્યું હતું. બોર્ડ દ્વારા ટોચની ત્રણ ટીમોને અનુક્રમે દસ લાખ, પાંચ લાખ અને બે લાખ ડોલર ઇનામ પણ આપવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply