Skip to main content
Settings Settings for Dark

બેંગલોર સામે મુંબઈનો 14 રને પરાજય

Live TV

X
  • આઇપીએલ 2018ની સિઝન 11ની બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમાં મુંબઇ અને બેંગ્લોરની ટીમની ટક્કરમાં મુંબઇ સામે બેંગ્લોરે 14 રનથી શાનદાર વિજય મેળવ્યો છે.

    આઇપીએલ 2018ની સિઝન 11ની બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમાં મુંબઇ અને બેંગ્લોરની ટીમની ટક્કરમાં મુંબઇ સામે બેંગ્લોરે 14 રનથી શાનદાર વિજય મેળવ્યો છે. પહેલા બેટિંગ લઇને બેંગ્લોરે 167 રન બનાવ્યા હતા જેના પગલે મુંબઇને 168 રનનો ટાર્ગેટ મળ્યો હતો. 168 રનના ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી મુંબઇની ટીમે 20 ઓવરના અંતે 153 રન બનાવ્યા હતા. જોકે, મુંબઇને સાત વિકેટનું નુકસાન પણ વેઠવું પડ્યું હતું. આમ મુંબઇ 168 રનના ટાર્ગેટને સર કરવામાં નિષ્ફળ રહ્યું હતું. જેના પગલે બેંગ્લોરે મુંબઇ સામે 14 રનથી શાનદાર જીત નોંધાવી છે.

    પહેલા બેટિંગ કરવાની તક મળતા બેંગ્લોરના બેટ્સમેનોએ પહેલી ઇનિંગમાં 167 રન ફટકાર્યા હતા. 20 ઓવરના અંતે સાત વિકેટના નુકસાન સાથે બેંગ્લોરે 167 રન બનાવ્યા હતા. આમ મેચ જીતવા માટે મુંબઇ ઇન્ડિયન્સને 168 રન બનાવવા જરૂરી છે. આમ મુંબઇને 168 રનનો ટાર્ગેટ મળ્યો છે.

    આઈપીએલ 2018ની સિઝન 11ની આ મેચ માટે ટોસ થઇ ચુક્યો છે. મુંબઇ ઇન્ડિયન્સની ટોસ જીત્યો છે. કેપ્ટન રોહિત શર્માએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે બેંગ્લોરની ટીમને પહેલા બેટિંગ કરવાનો મોકો મળી ગયો છે.

    ઇન્ડિયન પ્રીમિયર લીગ મેચમાં મંગળવારે બેંગ્લોરના સ્ટેડિયમમાં બે એવી ટીમો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઇ ઇન્ડિયન્સ સામ-સામે ટકરાશે. જે સતત હારનો સામનો કરી રહી છે. બંને ટીમોનું એક જ લક્ષ પ્લેઓફમાં પહોંચવાનું હશે. આઈપીએલ 2018માં બંને ટીમોનું પ્રદર્શન એક જેવું જ રહ્યું છે. મુંબઇ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બંને ટીમોએ પોતાની સાત મેચોમાં બે જીત નોંધાવી છે. પરંતુ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ સારા રન રેટના આધારે છઠ્ઠા સ્થાન ઉપર છે. સ્થિતિએ છે કે, મંગળવારે જે પણ ટીમ હારે છે તેના માટે પ્લે ઓફમાં પહોંચવું કઠીન રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply