આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રીજી અને અંતિમ T20 મેચ
Live TV
-
ભારત આજે ક્લીન સ્વીપ માટે મેદાનમાં ઉતરશે
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રીજી અને અંતિમ 20 20 મેચ આજે સાંજે ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે સાત વાગે શરૂ થશે. પ્રથમ મેચ પાંચ વિકેટથી અને બીજી મેચ 71 રને જીત્યા બાદ ભારત આજે ક્લીન સ્વીપ માટે મેદાનમાં ઉતરશે. જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવ અને સ્પીનર કુલદીપ યાદવને આ મેચમાં આરામ આપવામાં આવ્યો છે. જ્યારે કે સિધ્ધાર્થ કોલને આ વખતે ટીમમાં સ્થાન મળ્યું છે. વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટ મેચ શ્રેણી 2-0થી અને એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ 3-1થી પહેલાં જ હારી ચૂકી છે.