મહિલા આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં ભારત આજે પાકિસ્તાન સામે ટક્કર
Live TV
-
વેસ્ટ ઇન્ડિઝમાં ગુયાનામાં રમાતી આ ટૂર્નામેન્ટ ભારતીય સમય અનુસાર રાતે 8.30 વાગે શરૂ થશે
મહિલા આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં બીજી ગ્રૂપ મેચમાં ભારત આજે પાકિસ્તાન સામે ટકરાશે. વેસ્ટ ઇન્ડિઝમાં ગુયાનામાં રમાતી આ ટૂર્નામેન્ટ ભારતીય સમય અનુસાર રાતે 8.30 વાગે શરૂ થશે. ભારતે પ્રથમ ટી-20માં ન્યૂઝીલેન્ડને 34 રને હરાવ્યું હતું. ભારતીય કેપ્ટન હરમન પ્રિત કૌરે 51 બોલમાં 103 રન ફટકારી પોતાની પ્રથમ 20-20 મેચમાં સદી ફટકારી હતી. પાકિસ્તાનનો પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે બાવન રને પરાજ્ય થયો હતો. ટેબલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના પોઇન્ટ બે-બે અંક છે પરંતુ સારી રન સરેરાશના કારણે ઓસ્ટ્રેલિયા મજબુત સ્થિતિમાં છે. આ ટૂર્નામેન્ટની સેમિફાઇનલ 23મીએ જ્યારે ફાઇનલ 25 નવેમ્બરે રમાશે.