ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું
Live TV
-
CC મહિલા વિશ્વકપ ટ્વેન્ટી-ટ્વેન્ટી ક્રિકેટમાં મિતાલી રાજે અડધી સદી ફટકારી હતી અને ભારતે 19 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાને 137 રન બનાવી મેચ જીતી લીધી હતી.
CC મહિલા વિશ્વકપ ટ્વેન્ટી-ટ્વેન્ટી ક્રિકેટમાં કાલે રાત્રે ગયાનામાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાને ગ્રુપ-બીની બીજી મેચમાં પહેલી બેટીંગ કરતાં ભારતને જીત માટે 134 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. મિતાલી રાજે અડધી સદી ફટકારી હતી અને ભારતે 19 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાને 137 રન બનાવી મેચ જીતી લીધી હતી. આ જીતથી ભારતના ચાર અંક થઈ ગયા છે અને પાંચ ટીમોની ગ્રુપ-બીની સેમીફાઈનલમાં પહોંચવાની તૈયારીમાં છે. બંને ગ્રુપની શ્રેષ્ઠ બે-બે ટીમ સેમીફાઈનલ માટે ક્વોલિફાય થશે.