ભારતે વેસ્ટ ઈન્ડિઝને અંતિમ ટી-20 ક્રિકેટમાં છ વિકેટે હરાવીને શ્રેણી 3-0થી મેળવી જીતી
Live TV
-
ચેન્નાઈમાં રમાયેલ મેચમાં શિખર ધવને ધુઆધાર 92 રન અને ઋષભ પંતે 58 રન બનાવ્યા હતા. મનીષ પાંડેએ મેચના છેલ્લા બોલમાં એક રન બનાવીને ભારતને જીત અપાવી હતી.
ભારતે વેસ્ટ ઈન્ડિઝને ત્રીજી અને અંતિમ ટી-20 ક્રિકેટમાં છ વિકેટે હરાવીને શ્રેણી 3-0થી જીતી લીધી છે. રવિવારે ચેન્નાઈમાં રમાયેલ મેચમાં શિખર ધવને ધુઆધાર 92 રન અને ઋષભ પંતે 58 રન બનાવ્યા હતા. મનીષ પાંડેએ મેચના છેલ્લા બોલમાં એક રન બનાવીને ભારતને જીત અપાવી હતી. ધવને 62 બોલમાં 10 ચોગ્ગા અને બે છગ્ગા માર્યા હતા. તેણે ત્રીજી વિકેટ માટે ઋષભ પંત સાથે 130 રની શાનદાર ભાગીદારી કરી હતી. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટના નુકસાને 182 રન બનાવ્યા હતા. આ અગાઉ વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતા 20 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાને 181 રનનો સ્કોર ખડકી દીધો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી એન.પૂરને સૌથી વધુ 53 રન બનાવ્યા હતા, જ્યારે બ્રાઓ 43 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારતના યજુવેન્દ્ર ચહલે બે અને વોશિંગ્ટન સુંદરે એક વિકેટ ઝડપી હતી. આ અગાઉ વેસ્ટ ઈન્ડિઝે ટેસ્ટ શ્રેણીમાં 2-0થી અને એક દિવસીય શ્રેણીમાં 3-1થી હારનો સામનો કરવો પડ્યો છે