ભારતના બજરંગ પુનિયા વિશ્વના નંબર વન પહેલવાન બન્યા
Live TV
-
ભારતના બજરંગ પુનિયા પુરૂષ ફ્રિ-સ્ટાઈલ 65 કિલોગ્રામ વજન ઘરાવનાર વર્ગની તાજેતરની રેકીંગમા વિશ્વનો નંબર એક પહેલવાન બન્યા છે
રાષ્ટ્રમંડળ અને એશીયાઈ રમતોમાં સુવર્ણ અને વિશ્વ ચેમ્પીયનશીપમાં રજત પદક જીતનાર ભારતના બજરંગ પુનિયા પુરૂષ ફ્રિ-સ્ટાઈલ 65 કિલોગ્રામ વજન ઘરાવનાર વર્ગની તાજેતરની રેકીંગમા વિશ્વનો નંબર એક પહેલવાન બન્યો છે. કુશ્તીની વિશ્વ સંસ્થા યુનાઈટેડ વર્લ્ડ રેશલીંગે પહેલવાનોની વિશ્વ રેકિંગને લઈને ગઈ કાલે એક યાદી જાહેર કરી હતી. આ અગાઉ બજરંગ પુનિયા ત્રીજા સ્થાન ઉપર હતા.