આર્જેન્ટિનાઃ યુથ ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ
Live TV
-
આર્જેન્ટિનામાં ચાલી રહેલા યુથ ઓલિમ્પિક્સમાં મિઝોરમના 15 વર્ષિય જેરેમી લાલરીનુગાએ ગોલ્ડ પ્રાપ્ત કર્યો છે. વેઈટ લિફ્ટિંગ 62 કિલોગ્રામની કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગોલ્ડ મેળવ્યો છે.
યૂથ ઓલિમ્પિકમાં ભારતે ચોથો પદક મેળવ્યો છે. ભારતને ત્રીજો પદક યુવા નિશાને બાજ મેહુલી ઘોષે અપાવ્યો હતો. તેમણે મહિલાની 100 મીટર એર રાયફલ શૂટીંગમાં શાનદાર દેખાવ સાથે રજત પદક મેળવ્યો.
મેહૂલી ફાઇનલ માં 0.7 અંક થી સુવર્ણપદક મેળવવાથી ચૂકી ગઈ. ફાઇનલમાં મેહુલીએ 248 અંક પ્રાપ્ત કરીને બીજુ સ્થાન મેળવ્યું હતું. ઇન્ડોનેશિયામાં ચાલી રહેલા પેરાઓલ્મ્પિકમાં તૈરાક સુયાસ જાઘવે 50 મીટર, બટરફ્લાય ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તો બીજી તરફ રક્ષિતા રાજુએ ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટમાં 1500 મીટરમાં સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો.