કોલકાતા નાઇટ રાઇડર્સ અને સન રાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો
Live TV
-
જીતનારી ટીમ મુંબઈમાં મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ફાઇનલ રમશે.
કોલકાતા નાઇટ રાઇડર્સ અને સન રાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આઈપીએલ સીઝન-11ની બીજી ક્વોલીફાયર મેચ આજે સાંજે સાત વાગે કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે. આ મેચ જીતનારી ટીમ મુંબઈમાં મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ફાઇનલ રમશે. ગ્રૂપ સ્ટેજમાં 14 મેચ બાદ હૈદરાબાદ ટોચ પર હતું, પરંતુ ટીમને છેલ્લી ચાર મેચમાં પરાજ્યનો સામનો કરવો પડ્યો. જેમાં ચેન્નાઈ સામેની કવોલીફાયર એકમાં બે વિકેટથી થયેલો પરાજ્ય પણ સામેલ છે. દિનેશ કાર્તિકની આગેવાનીવાળી કોલકાતાની ટીમે સતત ચાર મેચ જીતી છે.