કોહલીની શાનદાર ઈનિંગની મદદથી બર્મિંઘમ ટેસ્ટમાં ભારતની વાપસી
Live TV
-
કેપ્ટન વિરાટ કોહલની શાનદાર સદીની મદદથી ભારતે બર્મિંઘમ ટેસ્ટમાં વાપસી કરી લીધી છે. કોહલીના 149 રનને કારણે ભારત પોતાની પ્રથમ ઈનિંગમાં 274 રન બનાવ્યા. તે ઈંગ્લેન્ડના 287ના સ્કોરથી 13 પાછળ રહી ગયું. બીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે ઈંગ્લેન્ડે કુકની વિકેટ ગુમાવીને 9 રન બનાવી લીધી છે. ઈંગ્લેન્ડની કુલ લીડ 22 રનની થઈ ગઈ છે.
સેમ કરન અને બેન સ્ટોક્સની શાનદાર બોલિંગ સામે ભારતના બેટ્સમેન નિષ્ફળ રહ્યાં. એક માત્ર કોહલીએ શાનદાર બેટિંગ કરી અને ભારતની વાપસી કરાવી.
પોતાની બીજી ટેસ્ટ રમી રહેલા કરને 74 રન આપીનેચાર વિકેટ ઝડપી. સ્ટોક્સે 73 રન આપીને બે વિકેટ લીધી. એક સમયે ભારતનો સ્કોર પાંચ વિકેટ પર 100 રન હતો પરંતુ કોહલીએ 225 બોલમાં 149 રન ફટકારીને ભારતને મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું. ઈંગ્લેન્ડ તરફથી એન્ડરસન અને રાશિદે બે-બે વિકેટ ઝડપી.