વડોદરા ખાતે 54મી ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપ યોજાઇ
Live TV
-
વડોદરા ખાતે 54મી ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપ યોજાઇ રહી છે. જેમાં રાજ્યભરના 1100થી વધુ શૂટર ભાગ લઈ રહ્યા છે.
વડોદરા ખાતે 54મી ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપ યોજાઇ રહી છે. જેમાં રાજ્યભરના 1100થી વધુ શૂટર ભાગ લઈ રહ્યા છે. જેમાં સૌથી વધારે વડોદરા જિલ્લાના 220 સ્પર્ધકો છે. સ્પર્ધામાં મેન વુમનસ યુથ જુનિયર ઇન્ડિવિડ્યુઅલ હેન્ડિકેપ રાઇફલ પીપસાઇટ ઓપણ સાઇટ પોઇન્ટ 32 પોઇન્ટ 22 બોર એમ અલગ અલગ 137 જેટલી ઇવેન્ટ યોજાઈ છે. જેમાં નાનાં બાળકોથી માંડીને મોટી વયના શૂટર જાણીતા અગ્રણીઓ અને પોલીસ અધિકારીઓ પણ ભાગ લઈ રહ્યા છે. સ્પર્ધામાં ગુજરાત અને ભારતની ગોલ્ડન ગર્લ વિશ્વા દૈયા પણ ભાગ લઈ રહી છે. વિજેતાઓને આગામી રવિવારે માંજલપુર સ્પોર્ટ્સ ક્લબ ખાતે મેડલ એનાયત કરવામાં આવશે.