કૌટુંબિક કારણોસર ઓફ સ્પિનર આર અશ્વિને ટેસ્ટ અધવચ્ચે જ છોડી
Live TV
-
ગુજરાતના રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતને આંચકો લાગ્યો. કૌટુંબિક કારણોસર શુક્રવારે પોતાની 500 વિકેટ પૂરી કરનાર અનુભવી ઓફ સ્પિનર આર અશ્વિન રાજકોટ ટેસ્ટ અધવચ્ચે જ છોડી. ભારતીય ક્રિકેટ બોર્ડે એક મીડિયા રિલીઝમાં કહ્યું કે, BCCI ક્રિકેટર અને તેના પરિવારને સમર્થન આપે છે. ખેલાડીઓ અને તેમના પ્રિયજનોનું સ્વાસ્થ્ય અને સુખાકારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. બોર્ડ અશ્વિન અને તેના પરિવારની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરે છે કારણ કે તેઓ આ પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યા છે. BCCIએ કહ્યું કે, બોર્ડ અને ટીમ અશ્વિનને તમામ જરૂરી સહાય પૂરી પાડવાનું ચાલુ રાખશે.
રાજકોટમાં બીજા દિવસે અશ્વિને મહત્વની સિદ્ધિ હાંસલ કરી હતી. તે 500 ટેસ્ટ વિકેટ લેનાર નવમો બોલર બન્યો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી અભિનંદન આપ્યા હતા.