ક્રિકેટ વર્લ્ડકપ - વેસ્ટ ઈન્ડિઝે પાકિસ્તાનને 7 વિકેટે આપી હાર
Live TV
-
પાકિસ્તાન 105 રનમાં ઓલઆઉટ, મેન ઓફ ધ મેચ થોમસ
ક્રિકેટના મહાકુંભ સમા વિશ્વ કપમાં આજે બીજી મેચમાં વેસ્ટ ઇન્ડિઝે પાકિસ્તાનને સરળતાથી સાત વિકેટે હરાવી દીધું હતું. પાકિસ્તાનની બેટિંગ લાઇન માત્ર 105 રનમાં જ લથડી ગઈ હતી. તેના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝે માત્ર 13.4 ઑવરમાં જ 108 રન નોંધાવીને વિજય લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું. પાકિસ્તાનના બૅટ્સમેનો વેસ્ટ ઇન્ડિઝના ઓશાને થોમસ, જેસન હૉલ્ડર અને આંદ્રે રસલની કાતિલ બોલીંગ સામે ટકી શક્યા નહોતા. થોમસે ચાર વિકેટ ઝડપી હતી તો હૉલ્ડરે ત્રણ વિકેટ અને રસલે બે વિકેટ ઝડપી હતી. આના જવાબમાં ક્રિસે ગેલની અર્ધ સદી અને નિકોલસ પૂરનના અણનમ 34 રનની સહાયથી વેસ્ટ ઇન્ડિઝ જીતી ગયું હતું