ડાંગના જીતકુમારે T20 અંડર 19 નેશનલ જુનિયર ચેમ્પિયન શીપમાં નોંધાવી પ્રબળ દાવેદારી
Live TV
-
ખેલ જગતમાં ગુજરાત અને સમગ્ર દેશમાં ખ્યાતિ મેળવનારા , ડાંગ જિલ્લાના રમતવીરો મુરલી ગાવિત અને સરિતા ગાયકવાડ બાદ જીતકુમાર નામનો રમતવીર દેશના ફલક પર પહોંચ્યા છે.
નેશનલ લેવલે જીતકુમારે ટી -20 , અન્ડર નાઇન્ટીન નેશનલ જુનિયર ચેમ્પિયન શીપમાં પ્રબળ દાવેદારી નોંધાવી છે. ડાંગ જિલ્લાના વઘઇ ખાતે રહેતા જીતકુમાર દસમા ધોરણથી જ પોતાના ઘરેથી બિલીમોરા સુધી ક્રિકેટની પ્રેક્ટિસ માટે જતા હતા.
બાદમાં તેઓ બરોડા ક્રિકેટ એકેડેમીમાં પસંદગી પામ્યા હતા. ત્યારબાદ બી.એ.પી.એસ. સ્કુલ વલસાડની ટીમમાં તેમને સ્થાન મળ્યું હતું. સ્પોર્ટસ પ્રમોશન ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્રારા લખનૌ ખાતે યોજાયેલા કેમ્પમાં પણ તેમની પસંદગી થઇ હતી ત્યારબાદ નેશનલ પ્લેયર્સ લીગ માટેના કેમ્પ માટે દિલ્હીમાં તેમને ટ્રેનીંગ માટે બોલાવવામાં આવ્યા છે.