ખેડાઃ શ્રીલંકામાં કબડ્ડીમાં ખુશ્બુ સરોજે મેળવ્યો ગોલ્ડ મેડલ
Live TV
-
ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે આવેલી U.T.S. મહિલા આર્ટ્સ કોલેજની M.A.માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ખુશ્બુ લાલજી ભાઈ સરોજે શ્રીલંકા ખાતે રમાયેલી કબડ્ડી સ્પર્ધા માં ભારતવતી શ્રેષ્ઠ દેખાવ કરી ભારત માટે ગોલ્ડ મેડલ મેળવી આણંદ સાથે દેશનું ગૌરવ વધાર્યું છે.
બાળપણથી જ રમત-ગમતની શોખીન એવી ખુશ્બુને મોટી તક ન મળી. નડિયાદની મહિલા કોલેજમાં આવતા જ કબડી ટિમની અન્ય વિદ્યાર્થિનીઓ મોનિકા સાંખલા, મમતા ચૌહાણ પ્રિયંકા પ્રજાપતિ સાથે સૂઝબૂઝથી ખુશ્બુએ પ્રભુત્વ જમાવી દીધુ.
ગુજરાતમાં ખેલ મહાકુંભમાં અને આખી ટીમને પુરસ્કાર મળ્યો હતો. આ ટીમને "સ્કૂલ ગેમ અને એક્ટિવિટી ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન" દ્વારા રાષ્ટ્રકક્ષાએ દિલ્હી અને જયપુર ખાતે કબડી રમવાનો મોકો મળ્યો. શ્રેષ્ઠ ખેલાડી તરીકે ત્યાં પણ ગોલ્ડ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું.
શ્રીલંકામાં રમાયેલી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં અન્ય દેશો જેમાં ખાસ કરીને શ્રીલંકા, બાંગ્લાદેશ, ભૂતાન જેવા અનેક દેશોની ટીમો આવી હતી. જેમાં ખુશ્બુ સર્વશ્રેષ્ઠ દેખાવ કરી ,ગોલ્ડ મેડલ જીતી મહિલા સશક્તિકરણનો એક ભાગ બની છે.