વિરાટ કોહલી બેટ્સમેન ટેસ્ટ રેન્કિંગમાં વિશ્વના નંબર એક ખેલાડી
Live TV
-
ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી બેટ્સમેન ટેસ્ટ રેન્કિંગમાં વિશ્વના નંબર એક ખેલાડી બની ચૂક્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી બેટ્સમેન ટેસ્ટ રેન્કિંગમાં વિશ્વના નંબર એક ખેલાડી બની ચૂક્યા છે. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ તાજેતરમાં જ રમાયેલી પ્રથમ ટેસ્ટમાં સારો દેખાવ કર્યાના આધારે કોહલીએ આ રેન્કિંગ મેળવ્યું છે. સાત વર્ષ પછી એવો પ્રસંગ આવ્યો છે કે, કોઈ ભારતીય બેટ્સમેન ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચ્યો છે. આઈસીસીએ પોતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કોહલી વિશ્વના નંબર એક ખેલાડી બની રહ્યા હોવાની જાહેરાત કરી હતી. આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી 934 અંક સાથે પ્રથમ નંબરે છે.