ત્રીજા દિવસની રમતના અંતે ભારતના બીજા દાવમાં પાંચ વિકેટે 110 રન
Live TV
-
ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ જીતવા ભારતને 84 રનની જરૂર
ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ જીતવા ભારતને 84 રનની જરૂર છે. વિજય માટે ઈંગ્લેન્ડે આપેલા 194 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ત્રીજા દિવસની રમતના અંતે ભારતે બીજા દાવમાં પાંચ વિકેટે 110 રન નોંધાવ્યા હતા. બર્મિંગહામમાં રમત પૂરી થઈ ત્યારે વિરાટ કોહલી 43 જ્યારે દિનેશ કાર્તિક 18 રને ક્રિઝ પર હતા. અગાઉ ભારતે યજમાન ટીમને બીજા ઈંનિગમાં 180 રને ઓલઆઉટ કર્યું હતું. ભારત તરફથી ઈશાંત શર્માએ પાંચ , જ્યારે રવીચંન્દ્ર અશ્વિને ત્રણ અને ઉમેશ યાદવે બે વિકેટ ઝડપી હતી