ગાંધીનગર ખાતે દિવ્યાંગો માટે ખેલો ઈન્ડિયા સ્પર્ધાનું આયોજન કરાયું
Live TV
-
નવમી જુલાઈ સુધી ચાલનારા આ રમતોત્સવમાં આંધ્રપ્રદેશ અને અરૂણાચલથી માંડીને પશ્ચિમ બંગાળ સુધીના 26 રાજ્યના 460થી વધુ રમતવીરોએ ભાગ લીધો છે.
મિનીસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટસ દ્વારા ગાંધીનગર ખાતે ખેલો ઇન્ડિયા સ્પર્ધાનું આયોજન કરાયું છે. દેશમાં પ્રથમવાર દિવ્યાંગો માટે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાનું આયોજન ગુજરાતમાં થયું છે. જેનું કેન્દ્રિય મંત્રી જે પી નડ્ડા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલની ઉપસ્થિતિમાં થયું હતું.
નવમી જુલાઈ સુધી ચાલનારા આ રમતોત્સવમાં આંધ્રપ્રદેશ અને અરૂણાચલથી માંડીને પશ્ચિમ બંગાળ સુધીના 26 રાજ્યના 460થી વધુ રમતવીરોએ ભાગ લીધો છે. તેમની સાથે 110થી વધુ કોચ, 250 અધિકારીઓ મળીને 1100થી વધુ લોકો રમતોત્સવમાં જોડાયા છે.
ઉલ્લેખનીય છે કે, સ્પેશિયલ ઓલિમ્પિક્સ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જે 200 દેશમાં માનસિક રીતે દિવ્યાંગ ખેલાડીઓ માટે રમતોનું આયોજન કરે છે. ગાંધીનગર ખાતે યોજાયેલી ખેલો ઈન્ડિયા સ્પર્ધાના વિજેતાઓને રાજ્ય સરકાર દ્વારા રોકડ પુરસ્કાર અને ખેલ પ્રતિભા પુરસ્કારથી નવાજવામાં આવશે.