સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું નામ બદલી 'સ્પોર્ટ્સ ઈન્ડિયા' કરાયું
Live TV
-
ખેલાડીઓને અપાતી સુવિધાઓમાં અને તેમને અપાતા ભોજન પાછળના ખર્ચમાં વધારો કરાશે. ઉલ્લેખનીય છે કે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના 1984માં થઈ હતી.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું નામ બદલીને હવે સ્પોર્ટ્સ ઇન્ડિયા કરવામાં આવ્યું છે. એસ.એ.આઈના ગવર્નિંગ બોડીની 50મી બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો. રમત-ગમત મંત્રી રાજ્યવર્ધન રાઠોડે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે,સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું નામ બદલીને સ્પોર્ટ્સ ઈન્ડિયા કરવામાં આવ્યું છે. હાલમાં તેમાંથી ઑથોરિટી શબ્દ કાઢવામાં આવ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખેલાડીઓને અપાતી સુવિધાઓમાં અને તેમને અપાતા ભોજન પાછળના ખર્ચમાં વધારો કરાશે. ઉલ્લેખનીય છે કે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના 1984માં થઈ હતી.