ચેન્નઇ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવી ફાઈનલમાં સ્થાન બનાવ્યુ
Live TV
-
રાજસ્થાન રોયલ આજે પ્લેઓફ મુકાબલામાં કોલકતા નાઇટ રાઇડર્સ સાથે ટકરાશે
મુંબઇના વાનખેડે સ્ટેડિયમ પર રમાયેલી રોમાંચક મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને આઈપીએલ સીઝન 11ની ફાઇનલમાં સ્થાન મળેવી લીધું છે. આ મેચમાં ટોસ જીતીને ચેન્નાઇએ પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 139 રન કર્યા હતા. તેના જવાબમાં ચેન્નાઇની શરૂઆત ખરાબ રહી હતી. અંતિમ ઓવર સુધી મેચમાં રસાકસી જોવા મળી હતી. ડુપ્લેસીસની ધમાકેદાર બેટીંગની મદદથી ચેન્નાઇ IPLમાં સાતમી વખત ફાઇનલમાં પ્રવેશી છે. ડુપ્લેસીસે 42 બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 67 રન નોંધાવીને છેલ્લી ઓવરના પ્રથમ બોલમાં ચેન્નાઇને ફાઇનલમાં એન્ટ્રી કરાવી હતી.દરમિયાન બે વર્ષ સસ્પેન્ડ રહ્યાં બાદ ઇન્ડિયન પ્રિમિયમ લીગના ઇલેવનમાં વાપસી કરનાર રાજસ્થાન રોયલ આજે પ્લેઓફ મુકાબલામાં કોલકતા નાઇટ રાઇડર્સને હરાવવાના ઇરાદા સાથએ મેદાનમાં ઉતરશે. બંને ટીમ ઇડન ગાર્ડનમાં રમાનાર મેચમાં આમને સામને હશે. આ મેચમાં જીતનાર ટીમ ક્લવોલિફાયર બેમાં ક્વોલિફાયર એક સાથે હારેલી ટીમ સાથે રમશે