સૌરવ ગાંગુલીએ ટોસ બાબત પર આપ્યું મોટું નિવેદન
Live TV
-
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, તે મેચમાં ટોસને હટાવવાના પક્ષમાં નથી. આ મુદ્દે આઈસીસી ક્રિકેટ સમિતિ આગામી અઠવાડિયે મુંબઈમાં યોજાનારી બેઠકમાં ચર્ચા કરનાર છે.
ગાંગુલીએ કહ્યું કે, તેને લાગૂ કરવામાં આવે છે કે નહીં તે આગામી સમયમાં ખબર પડશે પરંતુ અંગેત રીતે હું ટોસને હટાવવાના પક્ષમાં નથી. ટોસની પરંપરા 1877માં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચથી ચાલી આવે છે. જેમાં ઘરેલુ ટીમનો કેપ્ટન સિક્કો ઉછાળે છે જ્યારે બજી ટીમનો કેપ્ટન પોતાની પસંદ જણાવે છે. તાજેતરમાં ટોસની ઘણી ટીકા થઈ રહી છે કારણ કે, ટોસ જીતનાર ઘરેલૂ ટીમને ઘણો ફાયદો થતો જોવા મળ્યો છે. ગાંગુલીએ કહ્યું જો ઘરેલુ ટીમ ટોસ હારે તો તેનો ફાયદો નથી મળતો. ઉલ્લેખનીય છે કે આ બાબત પર પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર જાવેદ મિયાંદાદની રાય સૌરવ ગાંગુલીથી બિલકુલ અલગ રહી છે. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં ટોસની પરંપરા ખતમ કરવાના પ્રસ્તાવને સમર્થન કર્યું હતું. મિયાંદાદે કહ્યું કે આ કારણે મેહેમાન ટીમને ફાયદો આપવા વાળી પિચ બનાવ્યા સિવાય ગુણવત્તાના ભાવે વધારે સારી ટીમ બનાવવા પર ભાર મુકવામાં આવશે. ટેસ્ટ ક્રિકેટથી ટોસ ખતમ કરવાના પ્રસ્તાવ પર જ્યારે મિયાંદાદથી રાય માંગવામાં આવી તો તેમણે કહ્યું કે ‘મને ટોસની પરંપરા ખતમ કરવામાં કોઈ અડચણ નજરમાં આવી રહ્યું નથી.