મહિલા IPLની રોમાંચક મેચમાં સુપરનોવાએ ટ્રાયલબ્લેઝર્સને ત્રણ વિકેટથી માત આપી
Live TV
-
ટ્રાયલબ્લેઝર્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરના અંતે છ વિકેટ ગુમાવી 129 રન બનાવ્યા હતા.
ભારતમાં મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે વાનખેડે સ્ટેડિયમમાં યોજવામાં આવેલી ઐતિહાસિક ટી-20 મુકાબલામાં હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપવાળી સુપરનોવાઝે સ્મૃતિ મંધાનાની ટ્રાયલબ્લેઝર્સને ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો. વિશ્વની ટોચની મહિલા ક્રિકેટરો સામેલ હોવા છતાં દર્શકો આ મેચથી દૂર રહ્યા હતા. ટ્રાયલબ્લેઝર્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરના અંતે છ વિકેટ ગુમાવી 129 રન બનાવ્યા હતા. સુપરનોવાઝે આ લક્ષ્યને સાત વિકેટ ગુમાવી મેચના અંતિમ બોલ પર મેળવી લીધો હતો. સુપરનોવાઝ તરફથી ડેનિયલ વ્યેટે સૌથી વધુ 24 રન બનાવ્યા હતા. મિતાલી રાજે 22 રન, હરમનપ્રીત કૌરે 21 રનનું યોગદાન આપ્યું હતું. ટ્રાયલબ્લેઝર્સ તરફથી પૂનમ યાદવ અને સુઝી બેટ્સે 2-2 વિકેટ ઝડપી હતી. જૂલન ગોસ્વામી અને એકતા બિસ્ટને 1-1 વિકેટ મળી હતી. આ પહેલાં ટ્રાયલબ્લેઝર્સ તરફથી ન્યૂઝીલેન્ડની સુઝી બેટ્સે સર્વાધિક 32 રન બનાવ્યા હતા જેમાં બે ચોગ્ગા સામેલ હતા. જેમિમા રોડ્રિગ્ઝે 23 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદતી ૨૫ રન બનાવ્યા હતા. દીપ્તિ શ્રમાએ 22માં 21 રન અને કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 14 રનનું યોગદાન આપ્યું હતું. સુપરનોવાઝ તરફથી મેગન સ્કટે અને એલિસા પેરીએ 2-2 વિકેટ ઝડપી હતી. અનુજા પાટિલ અને રાજેશ્વરી ગાયકવાને 1-1 સફળતા મળી હતી.