દક્ષિણ આફ્રિકાના એ.બી.ડિવિલિયર્સે લીધો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ
Live TV
-
ડિવિલિયર્સે પોતાની કારકીર્દીમાં 114 ટેસ્ટમેચ અને 228 વનડે રમી છે
દક્ષિણ આફ્રિકન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એ.બી.ડિવિલિયર્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. ડિવિલિયર્સે ગઈકાલે ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કરીને ક્રિકેટના તમામ પ્રકારોમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. ડિવિલિયર્સે પોતાની કારકીર્દીમાં 114 ટેસ્ટમેચ રમી. જેમાં તેમણે 8 હજાર 765 રન બનાવ્યા. ટેસ્ટમાં તેમણે 22 સદી અને 46 અર્ધસદી બનાવી છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 270 રનનો છે. તો 228 વનડેમાં તેમણે 9 હજાર 577 રન બનાવ્યા છે. વનડેમાં તેમના નામે 25 સદી અને 53 અર્ધસદી શામેલ છે. વનડેમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 176 રનનો છે. તેમણે 78 ટી-20 મેચ પણ રમી છે.જેમાં તેમણે 1672 રન બનાવ્યા છે.