Skip to main content
Settings Settings for Dark

જામનગર ખાતે પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરાયું

Live TV

X
  • જામનગર ડિસ્ટ્રીક્ટ પાવરલિફ્ટિંગ એસોસિયેશન દ્વારા ગુજરાત સ્ટેટ પારવલિફ્ટિંગ એન્ડ બેન્ચપ્રેસ ચેમ્પિયનશીપ 2018નું આયોજન કરવામાં આવ્યું છે

    પાવરલિફ્ટિંગના ખેલાડીઓનો રમતગમત ક્ષેત્રે વધુ પ્રોત્સાહન મળે તે હેતુથી પ્રથમ વખત જામનગર ખાતે પાવરલિફ્ટિંગ ચેમ્પ્યિનશીપનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર ડિસ્ટ્રીક્ટ પાવરલિફ્ટિંગ એસોસિયેશન દ્વારા ગુજરાત સ્ટેટ પારવલિફ્ટિંગ એન્ડ બેન્ચપ્રેસ ચેમ્પિયનશીપ 2018નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતભરમાંથી રમતવીરો ભાગ લઈ રહ્યા છે.

    આ ચેમ્પિયનશીપમાં ગુજરાતમાંથી 30 યુવતીઓ તેમજ 125 યુવકો સહિત 155 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓને સાંસદ પૂનમબહેન માડમે ઇનામ દ્વારા સન્માનિત કર્યા હતા. એસોસિયેશનના પ્રમુખ કર્ણસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ રમતને ખેલમહાકુંભમાં સ્થાન મળે તેમજ ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply