ફિફાઃ ત્રીજા દિવસે આર્જેન્ટિના-આઈસલેન્ડ વચ્ચેની મેચ થઈ ડ્રો
Live TV
-
રમતની 19મી મિનિટે આર્જેન્ટિનાના સરજુ યુરોએ ગોલ કર્યો, જ્યારે આઈસલેન્ડ તરફથી અલ્ફ્રેડ ફેન મુગેન્સોએ 23મી મિનિટે ગોલ કર્યો હતો.
ફિફા વર્લ્ડકપ 2018ના ત્રીજા દિવસે બીજી મેચમાં, વર્ષ 2014ની ઉપવિજેતા ટીમ આર્જેન્ટીના અને પ્રથમવાર વિશ્વકપમાં ભાગ લઈ રહેલી આઈસલેન્ડ વચ્ચેની મેચ ડ્રો રહી હતી. પ્રથમ હાફમાં બંને ટીમ એક-એક ગોલથી બરોબર રહી હતી. બીજા હાફમાં બંને ટીમમાંથી કોઈ ખેલાડી ગોલ કરી શક્યા નહીં.
આઈસલેન્ડના ગોલકીપરે શાનદાર પ્રદર્શન કરી આર્જેન્ટીનાના આક્રમણને હાવી થવા દીધુ ન હતું, અને પોતાની ટીમને વિશ્વકપમાં શાનદાર શરૂઆત અપાવી હતી. રમતની 19મી મિનિટે આર્જેન્ટિનાના સરજુ યુરોએ ગોલ કર્યો, જ્યારે આઈસલેન્ડ તરફથી અલ્ફ્રેડ ફેન મુગેન્સોએ 23મી મિનિટે ગોલ કર્યો હતો.
દરમિયાન સ્ટાર સ્ટ્રાઈકર પોલ પાંગલા દ્વારા 81મી મિનિટે કરેલા ગોલના દમ પર ફ્રાન્સે ઓસ્ટ્રેલિયાને બે-એકથી હરાવી જીત સાથે શરૂઆત કરી હતી. તેમજ અન્ય ટીમોમાં યુરેસીયા અને ડેનમાર્કે જીત સાથે અભિયાનની શરૂઆત કરી છે.