Skip to main content
Settings Settings for Dark

દિલ્હી ડેરડેવિલ્સનો 4 રનથી વિજય (DLS METHOD)

Live TV

X
  • રાજસ્થાન અને દિલ્હી વચ્ચે રોમાંચક મેચ બાદ આખરે DDનો 4 રને વિજય થયો હતો.

    રાજસ્થાન અને દિલ્હી વચ્ચે રોમાંચક મેચ બાદ આખરે DDનો 4 રને વિજય થયો હતો. શરૂઆતમાં મેચમાં વરસાદ પડતા મેચ 18 ઓવરની કરવામાં આવી હતી. DDએ પ્રથમ બેટીંગ કરતા 17.1 ઓવરમાં 196/6 રન કર્યા બાદ વરસાદ પડ્યો હતો અને મેચ રોકવી પડી હતી. જ્યારે DLSના નિયમ મૂજબ RRને 12 ઓવરમાં 151 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેમાં બટલર દ્વારા ધમાકેદાર 26 બોલમાં જ 67 રન કરવામાં આવ્યા છતા પણ RR જીતની નજીક પહોચીને માત્ર 4રને હાર્યું હતું.

    રાજસ્થાન છેલ્લા બોલ સુધી લડત આપ્યા બાદ અંતે 4 રને હાર્યું

    વરસાદ પડતા DDની બેટીંગ રોકી દેવામાં આવી હતી. અને RRને DLS મુજબ 12 ઓવરમાં 151 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. બટલરે ધમાકેદાર બેટીંગ કરીને 18 બોલમાં જ ફિફ્ટી પૂરી કરી હતી. અને બટલરે 67(26) રન કરી અમિત મિશ્રાના બોલ પર સ્ટંપ આઉટ થયો હતો. ત્યાર બાદ વન ડાઉનમાં આવેલ સેમસન પણ 3(5) રન કરીને આઉટ થયો હતો. ત્યાર બાદ આવેલ સ્ટોક્સ પણ માત્ર 1 જ રન કરીને આઉટ થયો હતો. જ્યારે ત્રિપાઠી પણ 9 રન કરીને આઉટ થયો હતો. અને રાજસ્થાન 12 ઓવરમાં 146 રન કરી 5 વિકેટ ગુમાવીને પણ ટાર્ગેટ પૂરો કરવામાં અસક્ષમ રહ્યા હતા.

    DD vs RR Live Score Update

    બટલર 67(26)

    સેમસન 3(5)

    સ્ટોક્સ 1(2)

    શોર્ટ 44(25)

    ત્રિપાઠી 9(8)

    DLS મૂજબ RRને 12 ઓવરમાં 151 રનનો ટાર્ગેટ

    વરસાદ બાદ મેચ શરૂ થતા જ DDને પ્રથમ વિકેટ પડી હતી. અને કોલીન મુનરો 0 રન કરીને આઉટ થયો છે. પૃથ્વી શો ઝડપી રમત રમી રહ્યો હતો પરંતુ ગોપાલના બોલ પર તેને જ કેચ પકડીને પૃથ્વીને પવેલીયનનો રસ્તો દેખાડ્યો હતો. પંત અને ઐયર બંન્ને ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે. બંન્ને ખેલાડીઓએ ફિફ્ટી પૂરી કર્યા બાદ ઐયરની વિકેટ પડી અને હવે ક્રિઝ પર મેક્સવેલ અને શંકર રમી રહ્યા છે. પંતે 5 છક્કા અને 7 ચોક્કા મારી 29 બોલમાં ધમાકેદાર 69 રન કરી આઉટ થયો હતો. શંકર પણ 17 (6) કરીને આઉટ થયો હતો. વરસાદ પડતા મેચ ઠપ કરી દેવામાં આવી હતી અને વરસાદ પહેલા 17.1 ઓવર બાદ DDનો સ્કોર 196/6 થયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply