સરે ટીમમાંથી કાઉન્ટી રમશે વિરાટ કોહલી
Live TV
-
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં સરે તરફથી રમશે. સરેએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. કાઉન્ટીએ પોતાના સત્તાવાર પેજ પર ટ્વીટ કરીને કોહલીનું સ્વાગત કર્યું છે.
કોહલી આ વર્ષે ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટમાં રમનાર ચોથો ભારતીય ખેલાડી હશે. આ પહેલા ચેતેશ્વર પૂજારા યોર્કશાયર માટે રમી રહ્યો છે. ફાસ્ટ બોલર ઇશાંત શરમા સસેક્સ અને વરૂણ આરોન લીસ્ટરશર માટે રમી રહ્યાં છે.
આઈસીસી ટેસ્ટ રેકિંગમાં બીજા સ્થાન પર યથાવત બેટ્સમેન વિરાટ કોહલીને વર્ષ 2017 માટે સર ગારફીલ્ડ સોબર્સ ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યો હતો. કોહલી હાલમાં એકમાત્ર બેટ્સમેન છે જેની ત્રણેય ફોર્મેટમાં એવરેજ 50 ઉપર છે.