નેશનલ સ્કૂલ ગેમ્સમાં મહીસાગર જિલ્લાની બે દીકરીઓએ મેળવ્યો ગોલ્ડ મેડલ
Live TV
-
મણિપુરના ઇનફાલમાં ચોસઠમી નેશનલ સ્કૂલ ગેમ્સમાં ગુજરાતની બે દીકરીઓએ ઝળહળતી સફળતા મેળવી
મણિપુરના ઇનફાલમાં રમાયેલી ચોસઠમી નેશનલ સ્કૂલ ગેમ્સ માં ગુજરાતના મહીસાગર જિલ્લાના અંતરિયાળ ગામની બે દીકરીઓએ ઝળહળતી સફળતા મેળવી ગુજરાતનું નામ નેશનલ કક્ષાએ રોશન કર્યું છે.
મણિપુરના ઇનફાલમાં ચોસઠમી નેશનલ સ્કૂલ ગેમ્સમાં ગુજરાતની બે દીકરીઓએ ઝળહળતી સફળતા મેળવી છે. ઇનફાલના સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં રમાયેલી ફેંસીંગ ગેમ્સમાં મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ગાગંટા ગામની બે દીકરીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. નાના એવા ગાગંટા ગામની દ્રષ્ટિ દિનેશભાઇ પટેલે અંડર સેવનટીન ફેંસીંગ ગેમ્સમાં ફસ્ટ રેન્કમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે જ્યારે આજ ગામની અન્ય એક દીકરી માંહી વિનોદભાઈ પટેલે અંડર ફોર્ટીન ફેંસીંગ ગેમ્સમાં ગોલ્ડ મેડલ સાથે ટ્રોફી મેળવી છે આમ ખાનપુર તાલુકાના અંતરિયાળ ગામ ગાગટાનું નામ નેશનલ કક્ષાએ રોશન કર્યું છે અને ગુજરાતને ઝળહળતી સફળતા અપાવી છે.