વર્લ્ડ ચેમ્પિયનશિપઃ મેરીકોમ ફાઇનલમાં, છઠ્ઠા ગોલ્ડથી એક ડગલું દૂર
Live TV
-
મેરીકોમે ગત વર્ષે એશિયન ચેમ્પિયનશિપના ફાઇનલમાં આ ઉત્તર કોરિયન બોક્સરને પરાજય આપ્યો હતો,
પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન એમસી મેરીકોમ (48 કિલોગ્રામ) મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચી ગઈ છે. ગુરૂવારે સેમિ ફાઇનલમાં 35 વર્ષીય ભારતની સ્ટાર બોક્સરે ઉત્તર કોરિયાની કિમ હયાંગને પરાજય આપ્યો હતો.
પોતાના છઠ્ઠા ગોલ્ડ મેડલ જીતવાના સપનાને પુરૂ કરવા માટે તેણે પોતાની જગ્યા નક્કી કરી લીધી છે. સેમિ ફાઇનલમાં પહોંચતા તે ચેમ્પિયનશિપમાં પોતાનો સાતમો મેડલ પાક્કો કરી ચુકી હતી.
મેરીકોમે ગત વર્ષે એશિયન ચેમ્પિયનશિપના ફાઇનલમાં આ ઉત્તર કોરિયન બોક્સરને પરાજય આપ્યો હતો, જે આક્રમક રમત માટે જાણીતી છે. મેરીકોમે કેડી જાધવ હોલમાં સ્થાનિક દર્શકોની સામે પોતાની વિરોધીને ફરી એકવાર પરાજય આપ્યો હતો.