ફ્રેન્ચ ઓપન બેડમિંટન ટૂર્નામેન્ટમાં રંકરેડ્ડી-ચિરાગની જોડીએ જીત્યો સિલ્વર મેડલ
Live TV
-
ભારતીય જોડી સાત્વિકસાઈરાજ રાંકિરેડ્ડી અને ચિરાગ શેટ્ટી ફ્રેન્ચ ઓપનના પુરુષ ડબલ્સ ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો.
ભારતીય શટલર સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ફ્રેન્ચ(પેરિસ) ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટના મેઈન્સ ડબલ્સની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઈન્ડોનેશિયાના માર્ક્સ ગિડિયોન અને કેવિન સુકુમુલ્જોની જોડીએ રવિવારે આ મુકાબલો 21-18, 21-16થી પોતાના નામે કરી લીધો હતો. વર્લ્ડ નંબર-11 ભારતીય જોડી આ મેચમાં 35 મિનીટ સુધી જ ટકી શકી હતી. ગત વર્ષે પણ ગિડિયોન-સુકુમુલ્જોની જોડીએ જ સાત્વિક-ચિરાગને હરાવ્યા હતા. ગિડિયોન-સુકુમુલ્જો 121 સપ્તાહથી પહેલા નંબરે રહે છે. બન્નેએ છઠ્ઠી વખત ભારતીય જોડીને હરાવી છે. બન્ને વિરુદ્ધ સાત્વિક-ચિરાગની જોડી એક પણ મેચ જીતી શકી નથી.