ફ્રેન્ચ ઓપન: શટલર સાત્વિકસાઈરાજ અને ચિરાગની જોડી ફાઇનલમાં પહોંચી
Live TV
-
સાત્વિકસાઈરાજ અને ચિરાગની જોડી ફ્રેન્ચ ઓપન બેડમિંટન ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી હતી. આજે ઇન્ડોનેશિયન જોડીનો સામનો કરવો પડશે.
ભારતની સ્ટાર બેડમિંટન જોડી સાત્વિકસાઈરાજ અને ચિરાગ શેટ્ટીએ શાનદાર પ્રદર્શન કર્યા પછી ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પહોંચી હતી. શનિવારે રમાયેલી સેમિ-ફાઇનલ મેચમાં ભારતીય જોડીએ જાપાનના હિરોયુકી એન્ડો અને યુતા વાતાન્બેને 21-21, 25-23થી હરાવી હતી. આ જીત સાથે ચિરાગ અને સાત્વિકે પણ ભારતીય આશાઓને જીવંત રાખીને મેડલ મેળવ્યો છે. ભારતીય જોડીએ અગાઉ તેની બંને મેચ જાપાની જોડી સામે હારી હતી અને તેનો રેકોર્ડ નબળો રહ્યો હતો. ભારતીય જોડી આજે ફાઇનલમાં ઈન્ડોનેશિયાની જોડી સામે ટકરાશે.